જ્ઞાનયાત્રા

GSEB ધોરણ 10 · સંસ્કૃત · Dhoran 10 Sanskrit prakaran 24

પ્રકરણ 24: કૃદંત-પરિચય

મમ્મી કહે: 'હાથ ધોઈને જમવા બેસ.' અહીં મુખ્ય ક્રિયા 'બેસ' છે; 'ધોઈને' અને 'જમવા' પણ ક્રિયા બતાવે છે, પણ પુરુષ-વચન પ્રમાણે બદલાતાં નથી. સંસ્કૃતમાં પણ આવાં રૂપ છે: हस्तौ प्रक्षाल्य भोक्तुम् उपविश। આવાં ધાતુ પરથી બનેલાં રૂપને કૃદંત કહે છે.

આ પ્રકરણમાં શું શીખશો

  1. 1. કૃદંત: પુનરાવર્તન અને પ્રકાર 12 મિનિટ

    • તિઙન્તમાં પુરુષ-વચન; કૃદન્તમાં તે વ્યવસ્થા નથી
    • સંબંધક ભૂતકૃદંત: त्वा (ઉપસર્ગ વગર), य (ઉપસર્ગ સાથે) - અવ્યય
    • હેત્વર્થ કૃદંત: तुम् - અવ્યય
    • કર્મણિ ભૂત त, કર્તરિ ભૂત तवत्, વિધ્યર્થ तव्य / अनीय
  2. 2. કર્મણિ ભૂતકૃદંત (क्त) 14 મિનિટ

    • ભૂતકૃદંત બે: त (કર્મણિ), तवत् (કર્તરિ)
    • કર્મણિ: કર્તા તૃતીયા, કર્મ પ્રથમા, કૃદંત કર્મ પ્રમાણે: कुशेन आम्ररसः पीतः
    • ભાવે: કર્તા તૃતીયા, કર્મ નહીં, કૃદંત નપું. પ્ર. એક.: रामेण हसितम्
    • कृत, भूत, पीत, खादित, गत, दत्त
  3. 3. કર્તરિ ભૂતકૃદંત (क्तवतु) 12 મિનિટ

    • કર્તરિ ભૂતકૃદંત = त રૂપ + वत् (क्तवतु)
    • કર્તા પ્રથમા, કર્મ દ્વિતીયા, કૃદંત કર્તા પ્રમાણે
    • पुं. गतवान्, स्त्री. गतवती, नपुं. गतवत्
    • બહુવચન: गतवन्तः (પું.), गतवत्यः (સ્ત્રી.), गतवन्ति (નપું.)
  4. 4. વિધ્યર્થ કૃદંત (तव्य, अनीय) 13 મિનિટ

    • વિધ્યર્થ કૃદંત = 'કરવા યોગ્ય, કરવું જોઈએ': तव्य, अनीय
    • કર્મણિ: કર્તા તૃતીયા, કર્મ પ્રથમા, કૃદંત કર્મ પ્રમાણે: चन्दनदासः शिष्येण आनेतव्यः
    • ભાવે: કૃદંત નપું. પ્ર. એક.: मोहेशेन स्थातव्यम्, न भेतव्यम्
    • कर्तव्य / करणीय, गन्तव्य / गमनीय, दातव्य / दानीय

મુખ્ય શબ્દો

तिङन्तम् (તિઙન્ત)
પુરુષ-વચન બતાવતા પ્રત્યયવાળું ક્રિયાપદ: पठति.
कृदन्तम् (કૃદન્ત)
કૃત્ પ્રત્યયથી બનેલું રૂપ: पठित्वा, पठितः.
सम्बन्धकभूतकृदन्तम् (સંબંધક ભૂતકૃદંત)
'કરીને': त्वा / य; અવ્યય.
हेत्वर्थकृदन्तम् (હેત્વર્થ કૃદંત)
'કરવા માટે': तुम्; અવ્યય.
भूतकृदन्तम् (ભૂતકૃદંત)
ભૂતકાળ બતાવતું કૃદંત: त (કર્મણિ), तवत् (કર્તરિ).
विध्यर्थकृदन्तम् (વિધ્યર્થ કૃદંત)
'કરવા યોગ્ય, કરવું જોઈએ': तव्य, अनीय.

સામાન્ય ભૂલ

ખોટું आगत्वा

સાચું आगत्य

ઉપસર્ગ (आ) હોય ત્યારે त्वा નહીં, य (ल्यप्) લાગે: आ + गम् → आगत्य. ઉપસર્ગ વગર: गत्वा.

નમૂનાના પ્રશ્નો

આ પ્રકરણના 53 પ્રશ્નોમાંથી 3. જવાબ જોવા પ્રશ્ન પર ટૅપ કરો.

  1. MCQ · 1 ગુણ

    आगत्य, उत्प्लुत्य, समाकर्ण्य - આ ત્રણેયમાં કયો પ્રત્યય છે?

    1. क्त्वा (त्वा)
    2. ल्यप् (य)
    3. तुमुन् (तुम्)
    4. क्त (त)
    જવાબ અને સમજૂતી

    જવાબ: (b) ल्यप् (य)

    ત્રણેયમાં ઉપસર્ગ છે (आ, उत्, सम् + आ), એટલે क्त्वा ને બદલે ल्यप्.

  2. ખાલી જગ્યા · 1 ગુણ

    मया पत्रिका ___ । (लिख्)

    જવાબ અને સમજૂતી

    જવાબ: लिखिता

    કર્મ पत्रिका સ્ત્રી. એક., એટલે लिखिता.

  3. ટૂંકો જવાબ · 2 ગુણ

    હ્યસ્તન ભૂતકાળના ક્રિયાપદને સ્થાને કર્તરિ ભૂતકૃદંત મૂકો: (1) कृष्णः पठनाय गुरुकुलम् अगच्छत्। (2) बालिकाः फलानि अखादन्।

    જવાબ અને સમજૂતી

    (1) कृष्णः पठनाय गुरुकुलं गतवान्।

    (2) बालिकाः फलानि खादितवत्यः।

પરીક્ષામાં