GSEB ધોરણ 10 · સંસ્કૃત · Dhoran 10 Sanskrit prakaran 2
પ્રકરણ 2: यद्भविष्यो विनश्यति
વર્ગમાં ત્રણ મિત્રો છે. પહેલો મહિનાઓ પહેલાં જ વાંચવાનું શરૂ કરે છે. બીજો છેલ્લી ઘડીએ પ્રશ્ન જોઈને બુદ્ધિથી રસ્તો કાઢે છે. ત્રીજો કહે છે: ‘જે થવાનું હશે તે થશે’, અને કંઈ કરતો નથી. પરિણામ શું આવશે, તે આપણે જાણીએ છીએ. પાઠ 2 यद्भविष्यो विनश्यति આવાં જ ત્રણ માછલાંની વાર્તા છે.
આ પ્રકરણમાં શું શીખશો
1. પંચતંત્ર, હિતોપદેશ અને ત્રણ માછલાં 10 મિનિટ
- पञ्चतन्त्रम् – विष्णुशर्मा; हितोपदेशः – नारायणपण्डितः
- अनागतविधाता, प्रत्युत्पन्नमतिः, यद्भविष्यः – त्रयः मत्स्याः
- પંચતંત્ર (વિષ્ણુશર્મા, 5 તંત્ર) અને હિતોપદેશ (નારાયણ પંડિત, 4 વિભાગ) પ્રાણીકથાના ગ્રંથો છે
- વાર્તા પંચતંત્રના મિત્રભેદમાં અને હિતોપદેશના સંધિ વિભાગમાં છે
2. વાર્તા આપણા શબ્દોમાં 12 મિનિટ
- उत्पन्नामापदं यस्तु समाधत्ते स बुद्धिमान्
- द्वावेतौ सुखमेधेते यद्भविष्यो विनश्यति
- માછીમારોએ ઘણાં માછલાંવાળું સરોવર જોઈ કાલે આવવાનો નિશ્ચય કર્યો
- તેમનું વચન વજ્ર જેવું કઠોર હતું
3. શબ્દાર્થ, સુભાષિત અને બોધ 12 મિનિટ
- अनागतविधाता परिजनेन सह निष्क्रान्तः; यद्भविष्यः धीवरैः व्यापादितः
- धीवरः = માછીમાર, कुलिशम् = વજ્ર, अगदः = ઔષધ, जालम् = જાળ, नीरम् = પાણી
- अपरेद्युः = બીજે દિવસે, मृतवत् = મરેલા જેવો, यथाशक्ति = શક્તિ પ્રમાણે
- જે ઊભી થયેલી આપત્તિનો ઉપાય કરે તે બુદ્ધિશાળી
4. વ્યાકરણ: કૃદંત, સમાસ, સંધિ અને स्म 15 મિનિટ
- -त्वा/-य સં.ભૂ.કૃ., -तव्य/-अनीय વિધ્યર્થ, -तुम् હેત્વર્થ, -त/-न કર્મણિ ભૂ.કૃ.
- प्रत्युत्पन्नमतिः, बहुमत्स्यः બહુવ્રીહિ; धीवरालापः ષષ્ઠી તત્પુરુષ; जलाशयान्तरम् કર્મધારય
- श्रुतोऽयम् = श्रुतः + अयम्; द्वावेतौ = द्वौ + एतौ; यस्तु = यः + तु
- वसन्ति स्म = રહેતાં હતાં; त्रयः मत्स्याः
મુખ્ય શબ્દો
- अनागतविधाता (અનાગત + વિધાતા)
- જે હજી આવ્યું નથી (અનાગત) તેનું વિધાન કરનાર: આપત્તિ આવે તે પહેલાં ઉપાય કરનાર, દૂરંદેશી.
- प्रत्युत्पन्नमतिः (પ્રત્યુત્પન્ન + મતિ)
- જેની બુદ્ધિ તરત ઉત્પન્ન થાય છે તે: હાજરજવાબી, તત્કાળ નિર્ણય લેનાર.
- यद्भविष्यः (યદ્ + ભવિષ્ય)
- ‘જે થવાનું હશે તે થશે’ એવું માનનાર: નસીબના આધારે બેસી રહેનાર.
- जलाशयः (पुंल्लिङ्गम्)
- જળાશય, તળાવ
- ह्रदः (पुंल्लिङ्गम्)
- ઊંડું સરોવર, ધરો
- धीवरः (पुंल्लिङ्गम्)
- માછીમાર
- आहारवृत्तिः (आहारस्य वृत्तिः – षष्ठी तत्पुरुषः)
- ખોરાક-પાણીની વ્યવસ્થા
- व्यापादयितव्याः (विध्यर्थकृदन्तम्)
- મારવા જેવા, મારવાના
સામાન્ય ભૂલ
ખોટું આ વાર્તા માત્ર પંચતંત્રમાંથી લીધી છે.
સાચું પાઠ પંચતંત્ર અને હિતોપદેશ બંનેના આધારે તૈયાર થયો છે.
પંચતંત્રમાં તે મિત્રભેદમાં અને હિતોપદેશમાં સંધિ વિભાગમાં છે. ગ્રંથ પૂછે તો બોર્ડે ‘पञ्चतन्त्रस्य’ વિકલ્પ આપ્યો હતો, પણ ટૂંકનોંધમાં બંને નામ લખો.
નમૂનાના પ્રશ્નો
આ પ્રકરણના 45 પ્રશ્નોમાંથી 3. જવાબ જોવા પ્રશ્ન પર ટૅપ કરો.
હિતોપદેશમાં આ વાર્તા કયા વિભાગમાં છે?
જવાબ અને સમજૂતી
જવાબ: (b) સંધિ
હિતોપદેશના ચાર વિભાગ: મિત્રલાભ, સુહૃદ્ભેદ, વિગ્રહ, સંધિ. વાર્તા ચોથા વિભાગ સંધિમાં છે.
उपपदविभक्तेः प्रयोगं कृत्वा रिक्तस्थानं पूरयत: अनागतविधाता ___ सह निष्क्रान्तः । (परिजनम्, परिजनेन, परिजनस्य)
જવાબ અને સમજૂતી
જવાબ: परिजनेन
सह સાથે તૃતીયા વિભક્તિ આવે: परिजनेन सह.
एकवाक्येन संस्कृतभाषया उत्तरत: जालात् अपसारितः प्रत्युत्पन्नमतिः कीदृशं नीरं प्रविष्टः ?
જવાબ અને સમજૂતી
जालात् अपसारितः प्रत्युत्पन्नमतिः गम्भीरं नीरं प्रविष्टः ।
પરીક્ષામાં
- બોર્ડ weightage: 4 ગુણ
- અગાઉનાં બોર્ડ પેપરના 5 પ્રશ્નો (2018, 2019, 2021, 2022) app માં છે.
- પ્રશ્નોના પ્રકાર: MCQ 18, ટૂંકો જવાબ 18, જોડકાં 3, ખાલી જગ્યા 2, લાંબો જવાબ 2, સાચું-ખોટું 1, ક્રમ ગોઠવો 1