GSEB ધોરણ 10 · ગુજરાતી (પ્રથમ ભાષા) · Dhoran 10 Gujarati prakaran 6
પ્રકરણ 6: વાઇરલ ઇન્ફેક્શન
તાવ આવે અને ડૉક્ટર પાસે જઈએ ત્યારે ઘણી વાર સાંભળીએ: 'વાઇરલ ઇન્ફેક્શન છે.' શાનું ઇન્ફેક્શન? ક્યાંથી આવ્યું? કોઈ ચોક્કસ જવાબ નથી. લેખક આ બે શબ્દોના બહાને પૂછે છે: આપણે માંદા પડીએ છીએ તેમાં વાંક કોનો? જંતુનો, ડૉક્ટરનો કે આપણી પોતાની જીવનશૈલીનો?
આ પ્રકરણમાં શું શીખશો
1. લેખક અને નિબંધનો પરિચય 9 મિનિટ
- લેખક: ગુણવંત શાહ (જન્મ 1937), વતન રાંદેર (સુરત)
- અધ્યાપક; પદ્મશ્રી, રણજિતરામ સુવર્ણચંદ્રક, સાહિત્યરત્ન
- સ્વરૂપ: નિબંધ; સંગ્રહ: 'મરો ત્યાં સુધી જીવો'
- કુટેવો અને આરોગ્ય એક સિક્કાની બે બાજુ
2. શરીર પ્રત્યે બેદરકારી અને ગંદકી 12 મિનિટ
- ચીનમાં માંદગી માટે દાક્તરને સજા; બટલર, રસેલના સંદર્ભ
- માણસ શરીર સાથે નિર્દયતાથી વર્તે; બેઠાડુપણું = રોગની 'સાધના'
- હૃદયરોગનો હુમલો મફતમાં નથી મળતો
- હૉસ્પિટલની શોભા: ખાલી ખાટલા; નીરોગીએ પણ નિયમિત તપાસ
3. મન, વ્યસન અને પ્રેમ 11 મિનિટ
- ગુટખા ખાનારને સફરજન મોંઘું: ખોટી ખાણીપીણી પર કટાક્ષ
- રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા
- મનની સ્વસ્થતાનો શરીર પર સીધો પ્રભાવ: ઈર્ષા, તાણ, ચિંતા રોગ લાવે
- તાણ = તાડકા જેવી ચુડેલ; અહંકારનો વધ કરો; ભજન-પ્રાર્થના તાણ ઘટાડે
4. શબ્દો અને કટાક્ષશૈલી 9 મિનિટ
- બેદરકાર = કાળજી વગરનું; નીરોગી = તંદુરસ્ત; પ્રહાર = ઘા; સંકટ = આફત
- કાર્ડિયોગ્રામ = હૃદયના ધબકારા આલેખતું યંત્ર; સાઇકિયાટ્રિસ્ટ = મનોચિકિત્સક
- સૂગ હોવી = ચીતરી ચડવી; મનના મેલા = ખરાબ દાનતના
- કટાક્ષ, અનાથ, નીરોગી: શબ્દસમૂહ માટે એક શબ્દ
મુખ્ય શબ્દો
- નિબંધસંગ્રહો
- 'કાર્ડિયોગ્રામ', 'રણ તો લીલાંછમ', 'વગડાને તરસ ટહુકાની', 'વિચારોના વૃંદાવનમાં'
- આત્મકથા
- 'બિલ્લો ટિલ્લો ટચ', 'જાત ભણીની જાત્રા'
- ચિંતનગ્રંથો
- 'ગાંધીનાં ચશ્માં', 'રામાયણ: માનવતાનું મહાકાવ્ય', 'મહાભારત: માનવસ્વભાવનું મહાકાવ્ય'
- આ પાઠ ક્યાંથી?
- નિબંધસંગ્રહ 'મરો ત્યાં સુધી જીવો'માંથી
- બેદરકાર
- કાળજી વગરનું
- મથવું
- મહેનત કરવી; (અહીં) પ્રયત્ન કરવો
- વાઇરલ
- રોગ પેદા કરનાર અતિસૂક્ષ્મ જંતુવાળું
- સાધના
- સાધવું તે
સામાન્ય ભૂલ
ખોટું 'વાઇરલ ઇન્ફેક્શન' નવલિકા છે.
સાચું 'વાઇરલ ઇન્ફેક્શન' નિબંધ છે.
તેમાં કોઈ પાત્ર કે કથા નથી; લેખક પોતાના વિચારો કટાક્ષભરી શૈલીમાં રજૂ કરે છે. માર્ચ 2020ના જોડકાંમાં 'નવલિકા' ગૂંચવવા માટે મુકાઈ હતી.
નમૂનાના પ્રશ્નો
આ પ્રકરણના 32 પ્રશ્નોમાંથી 3. જવાબ જોવા પ્રશ્ન પર ટૅપ કરો.
નીચેનામાંથી કયો ગુણવંત શાહનો નિબંધસંગ્રહ છે?
જવાબ અને સમજૂતી
જવાબ: (d) કાર્ડિયોગ્રામ
'કાર્ડિયોગ્રામ', 'રણ તો લીલાંછમ', 'વગડાને તરસ ટહુકાની' ગુણવંત શાહના નિબંધસંગ્રહો છે.
લેખકના મતે સિગારેટનો ધુમાડો મનની ___નું વાયુસ્વરૂપ છે.
જવાબ અને સમજૂતી
જવાબ: બેચેની
અસ્વસ્થ મન નશા તરફ વળે છે; સિગારેટનો ધુમાડો તે બેચેનીનું જ રૂપ છે.
લેખકના મતે 'વાઇરલ ઇન્ફેક્શન' એટલે શું? (એક વાક્યમાં)
જવાબ અને સમજૂતી
લેખકના મતે વાઇરલ ઇન્ફેક્શન એટલે મોકલનારના સરનામા વગરનું વી.પી. પાર્સલ.
પરીક્ષામાં
- અગાઉનાં બોર્ડ પેપરના 5 પ્રશ્નો (2018, 2019, 2022) app માં છે.
- પ્રશ્નોના પ્રકાર: ટૂંકો જવાબ 11, MCQ 7, ખાલી જગ્યા 5, સાચું-ખોટું 3, લાંબો જવાબ 3, જોડકાં 2, વિધાન-કારણ 1