GSEB ધોરણ 10 · ગુજરાતી (પ્રથમ ભાષા) · Dhoran 10 Gujarati prakaran 16
પ્રકરણ 16: ગતિભંગ
ઘરમાં કોઈ વહાલા સ્વજનની જૂની ચંપલ, તેનો રૂમાલ કે તેના અક્ષર અચાનક નજરે ચડે, અને આપણે ઘડીભર થંભી જઈએ. આ લઘુકથામાં એક માતા રસ્તાની ધૂળમાં નાનકડી પગલીની છાપ જુએ છે, અને તેનું આખું મન થંભી જાય છે.
આ પ્રકરણમાં શું શીખશો
1. લેખક અને લઘુકથાનું સ્વરૂપ 8 મિનિટ
- લેખક: મોહનલાલ પટેલ (1927-2020), વતન પાટણ; શિક્ષક
- લઘુકથાસંગ્રહો: પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઊગે; આ કથા 'વિકલ્પ' માંથી
- નવલકથા: બંધન, ડેડ એન્ડ; પ્રવાસ: ગુડ મોર્નિંગ અમેરિકા
- લઘુકથા: જીવનની એક ક્ષણ, લાઘવ, અંતે ચોટ
2. કથા: ધૂળમાં બબલીની પગલી 11 મિનિટ
- ડુંગર અને પત્ની સાંજે રાજપુર સ્ટેશને ગાડી પકડવા ઉતાવળે
- પત્ની ધીમી પડે, રસ્તા પર કશુંક શોધે; ડુંગર ગુસ્સે
- ગાડી ચૂકીએ તો નહીં ઘરના કે નહીં ઘાટના
- ધૂળમાં બબલી (મૃત દીકરી) જેવી પગલી
3. વેદના, પાત્રો, શૈલી અને શબ્દો 10 મિનિટ
- માની વેદના: અંદર ઘૂંટાતી, પગલી જોતાં બેસી પડે
- પિતાની વેદના: દબાયેલી; આકાશ તરફ નજર અને મૌન
- અંતે પત્ની સાવધ થઈ પતિનો સહારો બને: દાંપત્યની પૂરકતા
- અપૂર્ણ વાક્યો વાચકને વિચારતો કરે
મુખ્ય શબ્દો
- અણસાર
- ઇશારો, સંકેત
- આથમવું
- અસ્ત પામવું; પડતી દશામાં આવવું
- વેગ
- ગતિ, ઝડપ
- ભાવાર્દ્ર
- ભાવવિભોર, ભાવથી ભીનું
- દશા
- સ્થિતિ, હાલત
- સાવધ
- હોશિયાર, ખબરદાર
- સ્મૃતિ
- સંસ્મરણો, યાદગીરી
- અડવડિયું
- અડબડિયું, લથડિયું
સામાન્ય ભૂલ
ખોટું 'ગતિભંગ' નવલકથા-ખંડ છે.
સાચું 'ગતિભંગ' લઘુકથા છે.
2021 ના બોર્ડમાં 'ગતિભંગ – નવલકથા-ખંડ' ખોટી જોડ તરીકે મુકાઈ હતી. નવલકથા-ખંડ તો 'ભૂખથીય ભૂંડી ભીખ' છે.
નમૂનાના પ્રશ્નો
આ પ્રકરણના 27 પ્રશ્નોમાંથી 3. જવાબ જોવા પ્રશ્ન પર ટૅપ કરો.
મોહનલાલ પટેલનો પ્રવાસગ્રંથ કયો છે?
જવાબ અને સમજૂતી
જવાબ: (c) ગુડ મોર્નિંગ અમેરિકા
'ગુડ મોર્નિંગ અમેરિકા' મોહનલાલ પટેલનો પ્રવાસગ્રંથ છે. બાકીના પ્રવાસગ્રંથો ચંદ્રકાન્ત પંડ્યા અને કલાપીના છે.
લેખકે પત્નીનાં કેટલાંક વાક્યો અધૂરાં મૂક્યાં છે, જેથી વાચક વિચારતો થાય અને પોતે વાક્ય પૂરું કરે.
જવાબ અને સમજૂતી
જવાબ: સાચું
બરાબર એ જ પગલું..., આ એ જ પગલી... જેવાં અધૂરાં વાક્યો માની લાગણી અને ગળગળાપણું બતાવે છે.
ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી?
જવાબ અને સમજૂતી
પત્નીના મોં સામે જોયા પછી ડુંગરે પોતાની નજર ગગન (આકાશ) ના કોઈ માર્ગ તરફ વાળીને સ્થિર કરી.
પરીક્ષામાં
- અગાઉનાં બોર્ડ પેપરના 5 પ્રશ્નો (2018, 2020, 2021, 2022) app માં છે.
- પ્રશ્નોના પ્રકાર: MCQ 8, ટૂંકો જવાબ 7, ખાલી જગ્યા 4, જોડકાં 3, સાચું-ખોટું 2, લાંબો જવાબ 2, ક્રમ ગોઠવો 1